વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સહિતના ગૌરક્ષકોએ વોચ ગોઠવી ગૌવંશને કતલખાને જતા બચાવ્યા મોરબી : જામનગરથી ગૌવંશ ભરીને બોલેરો કાર માળીયા તરફ જઈ રહી હોવાની બાતમીને આધારે મોરબી વિહિપ અધ્યક્ષ સહિતના ગૌરક્ષકોએ વિરપરડા ગામના પાટીયે વોચ ગોઠવી બે ગૌવંશ ભરીને નીકળેલા બે શખ્સોને ઝડપી લઈ તાલુકા પોલીસને હવાલે કરતા પોલીસે પશુપ્રત્યે ઘાતકીપણું આચરવા સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે. મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા સહિતના ગૌરક્ષકોને ટીમને બાતમી મળી હતી કે, જામનગર તરફથી આવતી બોલેરો પીકઅપ કાર નંબર જીજે-10-TV 3171માં ગૌવંશ ભરેલા છે અને આ ગાડી માળીયા તરફ ગૌવંશની કતલ કરવા જઈ રહયા છે. જેને પગલે ગૌરક્ષકોની ટીમે આમરોણ પાસે વિરપરડા ગામના પાટીયે વોચ ગોઠવી જામનગર તરફથી આવેલી ઉપરોક્ત નંબરની બોલેરો ચેક કરતા બે ગૌવંશ ભરેલા હોવાનું જોવા મળ્યું હતું. બીજી તરફ ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલી ગાડી ઝડપી લઈ તુરંત જ મોરબી કંટ્રોલને જાણ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જઈ રહેલા બોલેરો ગાડીના ડ્રાઇવર રઘુભા રણુભા ચુડાસમા તથા ગાડીમાં સાથે રહેલ રૂડાભાઇ ટપુભાઈ પરમારને ઝડપી લઈ પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવું સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગૌવંશ બચાવવાની આ કામગીરી મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કે.બી.બોરીચા, ગૌરક્ષક કમાન્ડો ફોર્સ જિલ્લા અધ્યક્ષ ચેતનભાઈ પાટડીયા, બજરંગદળ ગૌરક્ષક વૈભવ ભાઈ પટેલ, ગૌરક્ષા કમાન્ડો ફોર્સના જયરાજસિંહ, ગૌરક્ષક વિજયભાઈ કુંભારવાડીયા, રઘુભાઈ ભરવાડ, લીમડી ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, ચોટીલાના હિરેનભાઈ વ્યાસ, પાર્થભાઈ પટેલ, ગૌરક્ષક દલસુખભાઈ, દીપકભાઈ, વાંકાનેરના હિતરાજસિંહ સહિતના ગૌરક્ષકોએ તાલુકા પોલીસ અધિકારીના સહયોગથી કાર્યવાહી કરી બે ગૌવંશની જિંદગી બચાવી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..