મિતાણા નજીક આવેલ રેકજીન ફેકટરીના ફેરા બાબતે ઝઘડામાં હુમલો કરાયોવાંકાનેર : ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ રેકઝીન ફેકટરીમાં માલના પરિવહનના ઝઘડામાં વાછકપર ગામના શખ્સે ઝઘડો કરી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામના યુવાન પર અન્ય શખ્સોએ સાથે મળી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બોલાવી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા અને બોલેરો પિકઅપ ચલાવી ગુજરાન ચલાવતા ફરિયાદી ભરતભાઇ હરજીભાઈ વરુએ આરોપી વિજય બાબુભાઇ ગમારા રહે.વાછકપર તા.ટંકારા, આરોપી વિપુલ મોતીભાઈ ગમારા રહે.સરાયા અને અન્ય બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતે મિતાણા નજીક આવેલ રેકટાઇલ રેકઝીન ફેકટરીમાં પોતાની ગાડીના ફેરા કરતો હોય આરોપી વિજયની ગાડી પણ અહીં ફેરા કરતી હોય વિજયને સારું નહિ લાગતા આ ફેકટરીમાં ફેરા કરવા નહિ આવવા જણાવ્યું હતું. વધુમાં આરોપીએ આ બાબતે વાતચીત કરવા વાંકાનેર બાઉન્ડ્રી નજીક શક્તિ હોટલ બોલાવી ચારેય શખ્સોએ એક સંપ કરી હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.