ટંકારા પોલીસે રેડ કરીને દારૂ, કાર સહિત કુલ રૂ.3.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે ટંકારા નજીકથી 480 ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલી બોલેરો કારને ઝડપી લીધી હતી. ટંકારા પોલીસે રેડ કરીને દારૂ, કાર સહિત કુલ રૂ.3.50 લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લામાં વિદેશી દારૂની બદીને દૂર કરવાની સૂચનાને પગલે ટંકારા પોલીસ સ્ટાફ આ દિશામાં પ્રયત્નશીલ હતો.ત્યારે ટંકારા પોલીસ સ્ટાફે નક્કર હકીકતના આધારે દારૂ ભરેલી બોલેરો કારને ઝડપી લીધી હતી.જેમાં જી.જે.07 વાય.ઝેડ.2536 નંબરની બોલેરો કારની તલાશી લેતા વહીસ્કીની બોટલ નંગ-420 કી. રૂ.126000 તેમજ અન્ય વિદેશી દારૂની બોટલ નંગ-60 કી. રૂ.24000 મળી આવતા પોલીસે દારૂ તેમજ બોલેરો ગાડી મળીને કુલ રૂ. 350000 નો મુદામાલ કબ્જે કરી આ બોલેરો કાર ચાલક તેમજ વિદેશી દારૂની હેરાફેરીની તપાસમાં જે નામ ખુલે તેની સામે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..