મોરબી: બાપા સાંઈ ડીઝીટલ ચેનલ પ્રસ્તુત, પ્રોડ્યુસર ભાવિન વાઢેર નિર્મિત અને મયૂરબાપા ડિરેક્ટેડ મોગલ છોરું સ્તુતિ ગીત આજે યુ ટ્યુબ ચેનલ પર રજૂ થયું છે. બાપા સાંઈ ડીઝીટલ ચેનલ પ્રસ્તુત અને ભાવિન વાઢેર નિર્મિત, મયૂરબાપા ડિરેક્ટેડ અને ગાયક જયદાન ગઢવી દ્વારા અભિનીત મોગલ છોરું ગીત આજે શુક્રવારે યુ ટ્યુબ ચેનલ પર રજૂ થતા જ ધૂમ મચાવી રહ્યું છે. સજનપર ધુનડા ગામે દરબારગઢમાં શૂટ થયેલા ગીતમાં મોગલ માંની સ્તુતિ કરવામાં આવી છે. આ ગીતના રચયિતા સિધ્ધરાજસિંહ સરવૈયા (ડેન્જર શાયર) છે. વાલ્મિક બારોટે આ ગીતમાં ભક્તિપૂર્ણ સંગીત પીરસ્યું છે. જે રિધમ સ્ટુડિયો રાધેજા ખાતે રેકોર્ડિંગ કરાયું છે. જતીન ઉચાટ દ્વારા કરવામાં આવેલું કેમેરા અને એડિટિંગ વર્ક આંખ ઠારે એવું છે. સેટ ડિઝાઇનિંગ ક્રિષ્ના ફ્લાવરનું છે. શ્રુતિ વ્યાસ અને અવી પટેલની કોરિયોગ્રાફી ગીતને અનુરૂપ સૌમ્ય છે. શિલ્પા ગૌસ્વામીના મેકઅપથી ગીતના કલાકારો સિંગર જયદાન ગઢવી, મોગલ માંનું પાત્ર ભજવનાર એકતા પરમાર (રાધુ), કિશાન પટેલ, કુલદીપસિંહ સરવૈયા, રવિરાજસિંહ સરવૈયા અને રાજદીપસિંહ સરવૈયા દીપી ઉઠ્યા છે. જયારે કૃણાલ ગોહેલનું લાઇટિંગ લાજવાબ છે. ગીતનું મીડિયા પાર્ટનર મોરબી અપડેટ છે. યુ ટ્યુબ પર આજે શુક્રવારે સવારે જ પ્રસ્તુત થયેલા ગીતને સેંકડો લોકોએ વખાણ્યું છે. ખાસ કરીને માં મોગલના છોરુંઓ આ ગીતને ખૂબ લાઈક તેમજ શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી હાસ્ય કલાકાર રમેશ મહેતાની આબેહૂબ મિમિક્રી કરતા મોરબીના કલાકાર મયુરબાપાએ આ ગીતનું ડાયરેક્શન કર્યું છે. પડદાની આગળના કલાકારની પડદા પાછળની હથોટી પણ આ ગીતને માણવા લાયક બનાવે છે. https://www.youtube.com/watch?v=rZ1SxGRYRqE&feature=youtu.be