માતાઓએ ગૌ-પૂજન કરી સંતાનોના દીર્ઘાયુ માટે કામના કરી : રાંધણ છઠની તૈયારીઓ શરૂમોરબી અપડેટ (ટંકારા) : ધર્મપ્રેમી નગરી ટંકારામાં બોળ ચોથના પવિત્ર તહેવારની ઠેર-ઠેર ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. માતાઓએ પોતાના સંતાનોના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિની કામના સાથે ગૌ-પૂજન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. આ ઉજવણીની સાથે જ પંથકમાં સૌરાષ્ટ્રના લોકપ્રિય સાતમ-આઠમના તહેવારોનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે.દીકરીઓ પિયર પહોંચતા ઘરોમાં ઉત્સવનો ઉમંગતહેવારોની શરૂઆત થતાં જ ગામડાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવારોમાં ઉજવણીનો માહોલ જામ્યો છે. પરણિત મહિલાઓ પિયરના આંગણે પધારી છે, જેને કારણે પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. પંથકમાં આજથી ઠેર-ઠેર રાસ-ગરબાની રમઝટ બોલશે અને શેરીઓ-મહોલ્લાઓ ઉત્સવના રંગે રંગાશે.રાંધણછઠ્ઠ અને મીઠાઈની તૈયારીઓથી બજારો ધમધમ્યાતહેવારોને આવકારવા માટે ઘરે-ઘરે રાંધણછઠ્ઠની પૂર્વતૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, શહેરના રાજમાર્ગો પર આવેલી મીઠાઈની દુકાનોમાં પણ ઘાટ ઘડાવાના શરૂ થઈ ગયા છે. મોઢું મીઠું કરાવવા માટે કંદોઈઓને ત્યાં ખાંડ ઓગાળવાની અને વિવિધ વાનગીઓ બનાવવાની ભટ્ઠીઓ ધમધમી ઉઠી છે. બોળ ચોથના પાલન બાદ હવે શીતળા સાતમ અને કૃષ્ણ જન્માષ્ટમીના મહાપર્વને વધાવવા માટે સમગ્ર ટંકારા પંથક ઉત્સવમય બન્યો છે.#MorbiUpdate #Tankara #BolChoth #MorbiNews #Janmashtami #SatamAatham #SaurashtraFestivals #GujaratCulture