મોરબી : આજે તા. 23 માર્ચના રોજ સવારે 8 કલાકે વસંત પ્લોટ મેઈન રોડ પર આવેલ ભાટિયા સ્ટોર ખાતે મામા સાહેબ 'નોટરી' દ્વારા કોરોનાના કહેરને ધ્યાને રાખી મોરબીવાસીઓની સુખાકારી જળવાઈ, તે હેતુથી આયુર્વેદિક ઔષધિઓ થકી બનાવેલ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જલારામ મંડળના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે કારોબારી ચેરમેન કે. પી. ભાગીયા એ હાજર રહી ઉમદા કાર્યને બિરદાવેલ હતું. તેમજ આ કાર્યક્રમમાં વકીલ અને નોટરી કાજલબેન ચંડીભમ્મરએ પણ ઉપસ્થિત રહી કાર્યની પ્રશંશા કરી હતી. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને આભારદર્શન વિધિ મામાસાહેબે કરેલ હતી. તેમજ આ કાર્યમાં શશીભાઈ રાયગગલા પણ સહયોગી બન્યા હતા.