મૃતક 18 વર્ષનો યુવાન લજાઈ ગામનો રહેવાસી અને લજાઈ ચોકડીએ ચાની દુકાન ચલાવતો હોવાનું ખુલ્યું ટંકારા : ટંકારા નજીક ડેમી-2 ડેમમાં એક યુવાને આજે સાંજે ઝંપલાવ્યું હતું. સ્થાનિક લોકો અને મોરબીની ફાયર ટીમે આ યુવાનને શોધવા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. હાલ રાત્રે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા નજીક રાજકોટ-મોરબી હાઇવે પર ડેમી-2 માં 12 નાલેથી એક યુવાને આજે પડતું મૂક્યું હતું. ઘટનાની જાણ થતાં જ પીઆઇ છાસિયાની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ મોરબી ફાયરની ટિમે પણ ઘટના સ્થળે પહોંચી પાણીમાં યુવાનની શોધખોળ ચલાવી હતી. આ યુવાનનો રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાનનું નામ બંસી પ્રવીણભાઈ કટારીયા ઉ.વ.18 રહે. લજાઈ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત તે અપરણિત હોય અને લજાઈ ચોકડીએ ચાની દુકાન ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વધુમાં યુવાને અંતિમ પગલું કેમ ભર્યું તે દિશામાં તપાસ કરવામાં આવશે.