લાલપર કેનાલ પાસે બાઈક મળ્યા બાદ રાતભર સર્ચ ઓપરેશન ચાલ્યું, 28 વર્ષીય યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયોમોરબી : લાલપર નજીક ગઈકાલે એક યુવાન કેનાલમાં ડૂબી ગયો હતો. જે અંગે જાણ થતાં ફાયર વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરી 23 કલાક બાદ મૃતદેહ શોધી કાઢતા પોલીસે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત સાંજે 08:00 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી કે લાલપર કેનાલ પાસે 1 બાઈક મળી આવ્યું છે અને કોઈ વ્યક્તિ કેનાલમાં કૂદી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાત્રિથી જ શોધખોળ શરૂ કરી હતી. કેનાલના પાણીમાં 23 કલાકની ભારે જહેમત બાદ આખરે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ દિલીપ છગનભાઈ સોલંકી (ઉંમર અંદાજિત 28 વર્ષ, રહે. સામા કાંઠે ઉમિયા નગર, મોરબી 2) હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા પોલીસને જાણ કરી, મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે તેના પરિવારજનો સાથે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જોકે, આ યુવાને ક્યા કારણોસર કેનાલમાં ડૂબી જવાનું પગલું ભર્યું તે કારણ હજુ સુધી જાણી શકાયું નથી.#Morbi #MorbiUpdate #MorbiNews #LalparCanal #RescueOperation #MorbiFireDepartment #MaliyaHighway #AccidentNews