મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક ત્રણ દિવસ પહેલા કેનાલમાં એક યુવક ડૂબ્યો હતો. ફાયરની ટીમે 3 દિવસ સુધી આ યુવકની શોધખોળ ચલાવી હતી. આજે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકનું નામ સંજયભાઈ વિનુભાઈ જસમુરિયા ઉ.વ.35 હોવાનું અને તે નવલખી ફાટક પાસે પરશુરામ મંદિર નજીક રહેતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.