મોરબી: પરમ દિવસે મોડી રાતે લગધીરપુર ગામ પાસે કેનાલમાં ન્હાવા પડેલો યુવાન ડૂબી ગયો હતો. ગઈ કાલે દિવસભર શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જોકે, આજે 7 સપ્ટેમ્બરે સવારે આ યુવકનો મૃતદેહ મચ્છુ-2 ડેમ પાસેથી તરતો મળી આવ્યો હતો.મૃતક યુવકની ઓળખ લગભગ 30 વર્ષીય સાહિલ ખાન તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ઘટનાની જાણ થતાં જ આપદા મિત્ર અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આપદા મિત્ર મયુરભાઈ ઝિંઝુવાડીયાએ મૃતદેહ જોતા જ મોરબી ટીમને જાણ કરી હતી. જેમણે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતદેહને બહાર કાઢ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.