ટંકારા : ટંકારા નજીક ખજુરા હોટેલથી આગળ નદીના કાંઠેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ટંકારા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ યુવકની ઉંમર અંદાજે 35થી 40 વર્ષ છે. યુવકે બ્લુ કલરનો શર્ટ પહેર્યો છે. જે કોઈને આ યુવકના વાલી વારસ અંગે જાણકારી હોય તેઓને જમાદાર ઈમ્તિયાઝભાઈ જામ મો.નં. 9898099737નો સંપર્ક કરવા જણાવાયુ છે.