મોરબી : માળીયા મિયાણાના વવાણીયા ગામની સીમમા રણ વિસ્તારમા અજાણ્યો પુરુષ ઉ.વ. ૪૦ની ગઈકાલે લાશ મળી હતી. મરણ જનારના કોઇ વાલી વારસ ન હોય અને હાલે મરણજનારની લાશ મોરબી સરકારી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમા રાખેલ છે. શરીરે પાતળો બાંધો વાને ઘઉવર્ણ, માથાના ભાગે લાંબા કાળા વાળ તથા દાઢી છે. તથા શરીરે ભુખરા કલરનો શર્ટ તથા બ્લુ કલરની ટુકી ચડી પહેરેલ છે જમણા હાથે ત્રાજવેથી હીન્દીમાં ભોલે ત્રોફાવેલ છે અને ગળામા પીળા કલરની ધાતુ નો ચેન પહેરેલ છે અને જમણા હાથના કાંડામાં પીળી ધાતુનુ કાંડુ પહેરેલ છે અને જમણા હાથની ત્રીજી આંગળીમાં પીળી ધાતુની વીટી પહેરેલ છે. જો કોઈ તેના વિશે જાણતું હોય તો મો.૬૩૫૭૨ ૪૦૭૧૬ મો.૯૯૧૩૦૬૦૧૬૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.