મોરબી : મોરબી શહેરમાં કંડલા બાયપાસ પર નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર સોસાયટીના પાછળના ભાગે અંદાજે 50થી 55 વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી પુરુષના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.