મોરબી: મોરબી શહેરના સર્કિટ હાઉસ પાસે જાહેર રસ્તા પર ગત તા. 17/03/2026 ના રોજ સાંજે 05:50 વાગ્યા પહેલા ફૂટપાથ પરથી એક આશરે 40 થી 45 વર્ષની વયના અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ વ્યક્તિનું મોત ફેફસાની બીમારીના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હાલ ઓળખ માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. મૃતકે આછા ગુલાબી કલરની બંડી અને કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે તેમજ મૃતકના જમણા હાથમાં 'નેહાબેન મોહમ્મદભાઈ' તથા અન્ય નામો હિન્દીમાં ત્રોફાવેલા (ટેટૂ) છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. આ મૃતક અંગે કોઈને પણ જાણકારી હોય તો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર 02822-242592 અથવા તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયાના મોબાઈલ નંબર 63596 26048 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.#Morbi #MorbiUpdate #DeadBodyFound #UnidentifiedPerson #MorbiPolice #PublicNotice