પોલીસની ટિમ ઘટનાસ્થળે, મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજમોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ તળાવમાંથી એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મામલતદારની ટિમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી પ્રાથમિક માહિતી મુજબ, રફાળેશ્વર તળાવના કિનારે એક પુરુષની લાશ જોવા મળી હતી, જેને તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ લાશ આશરે 2 થી 3 દિવસ જૂની હોવાનું અને સડી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની બરાબર સામે જ રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં આગ લાગવાના કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે, જેની વચ્ચે તળાવ કિનારેથી લાશ મળી આવવાની આ ઘટના સામે આવી છે.ઘટના અંગે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા મામલતદારની ટિમ તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવાની તજવીજ શરૂ કરી છે. આ મૃતક વ્યક્તિ કોણ છે, ક્યાંનો વતની છે અને તેનું મોત ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણોસર, તે અંગે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.#Morbi #MorbiNews #MorbiUpdate #BreakingNews #Rafaleshwar #DeadBodyFound #MorbiPolice #GujaratNews