નસીતપર ગામ નજીક ડેમી- 2 ડેમમાંથી મળ્યો મૃતદેહ ટંકારા : ટંકારાના ઊગમણા નાકા વિસ્તારમાં રહેતા અતુલભાઈ ઉર્ફે વિજયભાઈ બટુકભાઈ ચાવડા ઉ.35 નામનો યુવાને તા.16ના રોજ પોતાના ઘેરથી ચાલ્યા ગયા બાદ લાપતા બનતા ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવામાં આવી હતી. બીજી તરફ ગઈકાલે ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલ ડેમી - 2 ડેમમાંથી આ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.