વાંકાનેર : વાંકાનેર સરતાનપર રોડ ઉપર સોલારીસ સીરામીક ફેકટરીમાંથી ગત તા.22ના રોજ ગુમ થયેલ દેબુસિંગ સોનીસિંગ સિંહ નામનો યુવાન લાપતા બન્યા બાદ ગઈકાલે સરતાનપર રોડ ઉપર આવેલ કાલસી સીરામીક નજીકથી તેનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.