7 વર્ષના કાસિમનો મૃતદેહ મળતા પરિવારમાં ભારે આક્રંદ : ગઈકાલે પિતા સિરાનભાઈનો મૃતદેહ મળ્યો હતોમોરબી અપડેટ : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણીથી કાગદડી જવાના રસ્તે ડેમી નદીના ધસમસતા પ્રવાહમાં ગઈકાલે ઓટો રીક્ષા તણાઈ જવાની હૃદયદ્રાવક ઘટનાના બીજા દિવસે લાપતા પુત્રનો પણ મૃતદેહ મળી આવ્યો છે. પિતા અને પુત્ર બંનેના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે ડેમી નદીના પાણીના વહેણમાં એક ઓટો રીક્ષા ગરકાવ થઈ ગઈ હતી. વાંકાનેર મામલતદાર કે.વી.સાનીયા દ્વારા અગાઉ અપાયેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં પિતા સિરાનભાઈ ખમીસાભાઈ કટ્યાર (ઉંમર 35 વર્ષ) અને તેમનો પુત્ર કાસિમ સિરાનભાઈ કટ્યાર (ઉંમર 7 થી 8 વર્ષ) તણાયા હતા. તંત્ર અને સ્થાનિકોની ભારે જહેમત બાદ ગઈકાલે બચાવ કામગીરી દરમિયાન પિતા સિરાનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ પુત્ર કાસિમ લાપતા હતો.વહીવટી તંત્ર દ્વારા લાપતા પુત્રની શોધખોળ માટે સઘન ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. અંતે, આજે બીજા દિવસે કાસિમનો પણ મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગોઝારી ઘટનામાં પિતા-પુત્ર બંનેએ જીવ ગુમાવતા કટ્યાર પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WankanerNews #DemiRiver #AccidentUpdate #GujaratMonsoon #KotdaNayani #RescueOperation