મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ કાલી સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની માનાભાઈ કાળુંભાઈ ડામોર ઉ.55 નામના શ્રમિકનો મૃતદેહ ફેકટરી નજીક ખેતરના શેઢેથી મળી આવતા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.