લીલાપર રોડ ઉપર સ્મશાન પાછળ મૃતદેહ પાણીમાં તરી રહ્યો હતો, ફાયરની ટિમ ઘટના સ્થળેમોરબી : મોરબીમાં મચ્છુ નદીમાંથી આજે એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં લીલાપર રોડ ઉપર સ્મશાન પાછળ રામઘાટ પાસે મચ્છુ નદીમાં આજે અંદાજે 60 વર્ષની મહિલાની ડેડબોડી તરી રહી હતી. સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયાએ આ મામલે તુરંત જ ફાયર સહિતના વિભાગોને જાણ કરી હતી. જેને પગલે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.