સુરેન્દ્રનગરના વૃધ્ધ રવિવારે હળવદ નજીક નર્મદા કેનાલમાં તણાઈ ગયા હતા હળવદ : હળવદ શહેરના રાણેપર રોડ પરથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં રવિવારે બપોરના સમયે સુરેન્દ્રનગર ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટની ટ્રક ચલાવતા 65 વર્ષીય વૃધ્ધ નર્મદા કેનાલ કાંઠે પાણી ભરવા જતાં પગ લપસતા કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.જેથી તેઓને શોધવા માટે હળવદ અને મોરબીની ફાયરની ટીમ કામ કરી રહી હતી. તેવામાં આજે ત્રીજા દિવસે લાશ નર્મદા કેનાલ માંથી મળી આવી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરમાં આવેલ ગંગાનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈ પનારા ઉંમર વર્ષ 65 ગત તારીખ એકના રોજ બપોરના સમયે ટ્રાન્સપોર્ટની ગાડી લઈ હળવદ સામાન ખાલી કરવા આવ્યા હતા.રાણેકપર રોડ પર આવેલ એક દુકાનમાં ટ્રકમાંથી સામાન ખાલી થઈ રહ્યો હતો ત્યારે મનસુખભાઈ ટ્રકનો કાચ સાફ કરવા બાજુમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાચની નર્મદા કેનાલમાં પાણી ભરવા ગયા હતા તે વેળાએ તેઓનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી હળવદ અને મોરબીની ફાયરની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ શોધખોળ કર્યા બાદ આજે કંસારી હનુમાનજી નજીક આ વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો છે.