યુવાને કેનાલમાં ઝંપલાવ્યા બાદ તરવૈયાઓએ શોધખોળ કરી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલમાં ખસેડયો હળવદ : હળવદ નજીક નર્મદા કેનાલમાં આજે એક યુવાનને પાણીમાં ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં યુવાને પોતાની છકડો રીક્ષા સાઈડમાં મૂકી કેનાલના પાણીમાં પડતું મુકતા તરવૈયાઓએ શોધખોળ કરી લાશને બહાર કાઢતા પોલીસે પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા કરશનભાઈ હેમુભાઈ ઝીઝુવાડિયા (ઉ.વ. 31) નામના યુવાન છકડો રીક્ષા ચાલવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય દરમિયાન આજે બપોરના સમયે કોઈ કારણોસર લાગી આવતા આ યુવાને હળવદના મિયાણી અને ટિકર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલના કાંઠે પોતાની છકડો રીક્ષા મૂકીને કેનાલના પાણીમાં કૂદી પડ્યા હતા અને કેનાલના પાણીમાં ગરક થઈ જતા ટિકરના ધર્મેન્દ્રભાઈ એરવાડિયા સહિતના તરવૈયાની ટીમ દ્વારા આ કેનાલમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આ તરવૈયાઓએ કેનાલમાં ભારે શોધખોળ કરતા અંતે યુવાનનો મૃતદેહ લાગ્યો હતો. આ યુવાનની લાશ બહાર કઢાવીને પોલીસે પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.