ડ્રાઇવિંગનું કામ કરતો યુવક 2 દિવસથી ઘરેથી નીકળી ગયો હતો : મોતનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂમોરબી અપડેટ : મોરબીના ધરમપુર ગામની નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધરમપુરના સરપંચ ધરમશીભાઈ મકાસણાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, નદીમાંથી મળેલ મૃતદેહની ઓળખ ધરમપુર ગામના જ રણજીત રાઘવજીભાઈ ઉપસરિયા (ઉંમર આશરે 35 વર્ષ) તરીકે થઈ છે. મૃતક યુવાન અપરિણીત હતો અને હેવી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તે અવારનવાર રાજસ્થાન અને એમપી (MP) તરફ ટ્રાન્સપોર્ટની મોટી ગાડીઓ લઈને જતો હતો અને સામાન્ય રીતે 2 કે 3 દિવસ સુધી ઘરે આવતો ન હતો. રણજીત છેલ્લા 2 દિવસથી ઘરેથી નીકળી ગયો હતો, જેથી ઘરના સભ્યોને એમ હતું કે તે હંમેશાની જેમ ગાડી લઈને બહારગામ ગયો હશે. પરંતુ નદી કિનારે ભેંસો ચરાવવા ગયેલા તેમના જ કુટુંબીજનોએ નદીમાં મૃતદેહ જોયો હતો અને ત્યારબાદ પરિવારને જાણ કરી હતી. મૃતદેહની હાલત નહોતા બે દિવસ પહેલા મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ યુવક કઈ રીતે નદીમાં પડી ગયો અને મોતનું સાચું કારણ શું છે, તે અંગે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #Dharampur #MorbiNews #GujaratPolice #NewsUpdate #SaurashtraNews