મૃતદેહને નદીની બહાર કાઢી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈમોરબી અપડેટ (ટંકારા) : ટંકારા નજીક આવેલી ડેમી નદીમાં એક અજાણ્યા યુવાનની લાશ ડૂબેલી હાલતમાં મળી આવી છે. સ્થાનિક લોકો નદી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાણીમાં યુવાનનો મૃતદેહ તરતો નજરે પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા નદી કાંઠે એકઠા થઈ ગયા હતા અને સમગ્ર મામલે તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. તંત્ર દ્વારા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પંચનામું કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યુવાન કોણ છે, તેનું મોત અકસ્માતે ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.#Morbi #Tankara #DemiRiver #MorbiNews #MorbiUpdate #GujaratNews #BreakingNews