ટંકારા : ટંકારા લતીપર ચોકડી પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હોય આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર આજે તા.29 ના રોજ ટંકારાની લતીપર ચોકડીથી લતીપર જવાના રોડ ઉપર આવેલ વજાબાપા ટી સ્ટોલ ખાતેથી 108 એક અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે 40ની ડેડ બોડી સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ હતા. આ પુરૂષે શરીરે આખી બાઇનો કાળા જેવો શર્ટ તથા કોટનનુ ગ્રે કલરનુ પેન્ટ પહેરેલ છે તથા ગળામા કાળો દોરો તથા જમણી બાજુ કાનમા પીળી ધાતુની કડી પહેરેલ છે તથા કમરે કાળા કલરનો રેગ્જીનનો બેલ્ટ પહેરેલ છે. આ પુરુષ અંગે કોઈને માહિતી હોય તો ટંકારા પોલીસ સ્ટેશન મોબાઇલ નંબર- ૬૩૫૯૬ ૨૬૦૭૬, કે.એમ.છાસીયા -પોલીસ ઇન્સ્પેકટર ટંકારા મો.નં. ૬૩૫૯૬ ૨૬૦૭૫, આર.એન.કણઝરીયા પો.હેડ કોન્સ. ટંકારા પો.સ્ટે મો નં-૯૭૩૭૫ ૪૭૫૫૫ તથા મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ મો.નં. ૭૪૩૩૯ ૭૫૯૪૩નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.