વાંકાનેર : વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સુરેશકુમાર રાજારામ ગૌતમ ઉ.40 નામના યુવકની લાશ ખાણમાં જવાના રસ્તે એકાદ ફૂટ પાણી ભરેલા ખાડામાંથી મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.