7 દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાલી તેડીને બોર્ડની પરીક્ષા આપવા આવતા અન્ય વિદ્યાર્થીમાં પણ ઉત્સાહ વધ્યોવાંકાનેર : શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્વાલય વાંકાનેર ખાતે કેન્દ્ર નં-1 ખાતે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમનાં કુલ 145 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 7 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં અને તેમના વાલીમાં પણ પરીક્ષાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શારિરીક દિવ્યાંગ દીકરીને વાલી તેડીને બોર્ડની પરીક્ષા આપવા માટે આવ્યા હતા. તે જોઈ અન્ય વિદ્યાર્થીનો પણ ઉત્સાહ વધ્યો હતો.આ દરમ્યાન ઉપસ્થિત બધા જ વિદ્યાર્થીઓને માનવ સેવા મહિલા પરિવારના બહેનોએ ચોકલેટ અને પેન આપી હતી. તેમજ દિવ્યાંગ બાળકોને સ્ટેશનરી કીટ ચેતનાબેન મહેતા તરફથી આવવામાં આવી હતી. આ બધી બહેનોએ કુમ કુમ તિલક કરી પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. માનવસેવા મહિલા પરિવાર દ્વારા આજરોજ બોર્ડની પરીક્ષા માટે વાંકાનેરના એસ.એસ.સી .બોર્ડના અન્ય કેન્દ્રોમાં પણ ચોકલેટ અને પેન આપી સ્વાગત કર્યું હતું. કે.કે.શાહ માધ્યમિક વિદ્યાલયના 300, નિર્મલા કોન્વેટ સ્કૂલમાં પરીક્ષા આપનાર 86 વિદ્યાર્થી, મો. હે. જે. ગર્લ્સ હાઈ સ્કૂલ ખાતે પરીક્ષા આપનાર 360 વિદ્યાર્થી, અમરસિંહજી હાઈસ્કૂલમાં પરીક્ષા આપનાર ધોરણ 10ના 360 વિદ્યાર્થી એમ કુલ મળી પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપનાર અંદાજિત 1259 વિદ્યાર્થીને અંતરની શુભેચ્છા પાઠવી એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું.