ધો.10માં 13829, ધો.12 સા. પ્રવાહમાં 7236 અને ધો.12 વિ. પ્રવાહમાં 1779 વિદ્યાર્થીઓમોરબી : મોરબી જિલ્લાના 17 કેન્દ્રો ઉપર આજથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ધો.10 અને 12ના 22844 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આજે પ્રથમ દિવસે મહાનુભાવોના હસ્તે કુમકુમ તિલક અને મીઠું મોઢું કરાવીને વિદ્યાર્થીઓને કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે.ધોરણ 10માં મોરબી, વાંકાનેર, ટંકારા, જેતપર (મચ્છુ), સિંધાવદર, હળવદ, ચંદ્રપુર, ચરાડવા, પીપળીયા અને પીપળીયા રાજ સહિતના કુલ 10 કેન્દ્રો, 51 બિલ્ડીંગ અને 482 બ્લોકમાં 13829 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં હળવદ, મોરબી, વાંકાનેર અને ટંકારામાં સહીત કુલ 4 કેન્દ્રો, 27 બિલ્ડીંગ અને 241 બ્લોકમાં 7236 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હળવદ, મોરબી અને વાંકાનેર એમ 3 કેન્દ્રો, 8 બિલ્ડીંગ અને 90 બ્લોકમાં 1779 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઝોન કચેરીનું સ્થળ આર.એસ. બોયઝ હાઈસ્કૂલ, સદભાવના હોસ્પિટલ નજીક, મોરબી રહેશે. મહત્વની વાત છે કે, મોરબી જિલ્લામાં સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ કેન્દ્રો એક પણ નોંધાયા નથી.59 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ હોંશભેર પરીક્ષા આપશેમોરબી જિલ્લામાં કુલ 59 દિવ્યાંગ બાળકો હોંશભેર બોર્ડની પરીક્ષા આપવાના છે. જેમાં ધો.10માં 39 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં 20 દિવ્યાંગ બાળકો પરીક્ષા આપશે. દિવ્યાંગતાના પ્રમાણ મુજબ અમુક વિદ્યાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.સંસ્કૃત માધ્યમમાં 30 વિદ્યાર્થીઓ આપશેમોરબીમાં ધો. 10 અને 12માં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સાથે સંસ્કૃત માધ્યમની પણ શાળા આવેલી છે. જેમાં તમામ વિષયો સંસ્કૃતમાં અભ્યાસ કરાવવામાં આવે છે જેના માટે બોર્ડની પરીક્ષામાં ધો.10 સંસ્કૃત પ્રથમમાં 21 અને ધો 12 સંસ્કૃત મધ્યમાંમાં 9 વિદ્યાર્થી સહીત કુલ 30 વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં પરીક્ષા આપશેડીજેપી કન્યા છાત્રાલય ખાતે કલેકટર વિદ્યાર્થીઓને આવકારી ઉત્સાહ વધારશેજિલ્લા કલેકટર કે.બી.ઝવેરી આજે સવારે 9:30 વાગ્યે ડીજેપી કન્યા વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવીને આવકારી તેઓનો ઉત્સાહ વધારશે. આ વેળાએ ડીઈઓ કમલેશ મોતા પણ ઉપસ્થિત રહેશે. આવી જ રીતે અન્ય અધિકારીઓ પણ અલગ અલગ કેન્દ્રોમાં ઉપસ્થિત રહેવાના છે.પરીક્ષામાં 1100 જેટલો સ્ટાફ ફરજ બજાવશેમોરબી જિલ્લામાં ધો 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 87 સ્થળ સંચાલક, 86 વહીવટી મદદનીશ અને 813 ખંડ નિરીક્ષક ફરજ બજાવશે. આ ઉપરાંત પ્રાથમિક વિભાગમાંથી સરકારી પ્રતિનિધિ તરીકે 90 અને ખૂટતા ખંડ નિરીક્ષક તરીકે 338 જેટલો સ્ટાફ લેવામાં આવ્યો છે. તેઓ પણ ફરજ બજાવશે90 જેટલા કલાસ વન અને ટુ અધિકારીઓ ઓબ્ઝર્વરની જવાબદારી મોરબી જિલ્લામાં 90 જેટલા કલાસ વન અને ટુ અધિકારીઓને ઓબ્ઝર્વેશનની ફરજ સોપાઈ છે. જેમાં મોરબી તાલુકાના 57, વાંકાનેર 20, હળવદ 22 અને ટંકારામાં 11 ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે. એક અધિકારીએ 3 શાળામાં ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે. આ ઉપરાંત સ્ટેટમાંથી વિજિલન્સ સ્ક્વોડ પણ તમામ કેન્દ્રો ઉપર નજર રાખશે.