સ્ટાર ઓફ ધ યર, અચીવર્ષ ઓફ ધ યર જેવા વિવિધ એવોર્ડથી બાળકોને સન્માનિત કરાયા પેરેન્ટ્સ દ્વારા શાળાના સ્ટાફનું સન્માન કરાયું મોરબી : નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલમાં 'બ્લુમિંગ બડ્સ' એન્યુલ ફંક્શનનું ગઈકાલ શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.તેમજ સ્ટાર ઑફ ધ યર,અચીવર્ષ ઓફ ધ યર જેવા એવોર્ડથી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ પેરેન્ટ્સ દ્વારા શાળાના દરેક સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ દ્વારા એન્યુલ ફંક્શનનું આયોજન શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં નાના નાના ભૂલકાઓએ એક થી એક ચડિયાતી કૃતિઓ રજુ કરી હતી. સાથે સાથે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સએ પણ અકલ્પનિય પર્ફોમન્સ આપી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.તેમજ ટૂંક સમયમાં લોન્ચ થઈ રહેલી સૌરાષ્ટ્રની સૌથી વિશાળ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલનો વોક થ્રુ વિડિઓ હાજર રહેલ તમામ પેરેન્ટ્સ તેમજ મહેમાનો સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.સ્ટાર ઓફ ધ યર, અચીવર્ષ ઓફ ધ યર જેવા અનેક વિવિધ એવોર્ડથી બાળકોને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સૌથી અગત્યની ક્ષણ એ હતી કે સ્કૂલ દ્વારા બાળકોને સન્માનિત કરાઈ છે પણ નવયુગના દરેક સ્ટાફને પેરેન્ટ્સ દ્વારા સરપ્રાઈઝ સન્માનિત કરાયા હતા.જે મોરબીમાં પ્રથમ ઘટના હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ડૉ. દીપકભાઈ અઘારા મંગલમ હોસ્પિટલ,કિરીટભાઈ ફુલતારીયા તીર્થક ગ્રુપ,બાબુભાઇ દેત્રોજા લિઓલી ગ્રુપ, અમુભાઈ લિખિયા, હંસરાજભાઈ ગામી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પારેચા, વાઇસ પ્રિન્સિપાલ રશ્મિ જોશી, પિન્કી પારવાણી તેમજ તમામ ટીચર્સએ જહેમત ઉઠાવી હતી.