મોરબી : 14 જૂન રક્તદાતા દિવસ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન કેમ્પ, રંગોળી સ્પર્ધા, રક્તદાતા પ્રતિજ્ઞા, અને રક્તદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન રંગોળી સ્પર્ધામાં શ્વેતા, રીંકલ, વંદના, નેન્સી, હસ્તી, જેન્સી, વગેરે સ્ટાફ પરિવારે ભાગ લીધો હતો. આ દિવસે સ્મિત દેસાઈનો જન્મદિવસ હોવાથી તેમને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં 25 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી, રમેશભાઈ માકાસણા અને ડો. દિલીપ ચૌહાણે ભાગ લેનાર તમામને અભિનંદન આપ્યા હતા.