મોરબી: મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે નિર્માણધિન BAPS સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે તા. 30-11-2025 ને રવિવારના રોજ સવારે 8 થી સાંજે 5 કલાક દરમિયાન રક્તદાન યજ્ઞ યોજાશે.'બીજાના ભલામાં આપણું જ ભલું છે' આ જીવનસૂત્ર સાથે લાખો લોકોને હૂંફ આપનાર વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટય દીને આ યજ્ઞ યોજાશે. ભારતમાં દર વર્ષે હજારો-લાખો લોકો રક્તના અભાવે મૃત્યુ પામે છે ત્યારે આપણું એક સમયનું રક્તદાન 3 વ્યકિતોનું જીવન બચાવી શકે છે. જેથી રક્તદાન યજ્ઞમાં સગાં-સ્નેહી અને મિત્રો સાથે જોડાવા મોરબીના તમામ સશક્ત અને સ્વસ્થ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.