મોરબી : સ્વ. ગણેશભાઈ અમરશીભાઈ કડીવારને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉત્તર ક્રિયા પ્રસંગે કડીવાર પરિવાર દ્વારા મોરબીના શિવ હોલમાં સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. ગણેશભાઈ કડીવારને શ્રદ્ધાંજલિ આપી હતી. બ્લડ કેમ્પને સફળ બનાવવામાં સંદીપભાઈ કડીવાર, દિવ્યેશભાઈ કડીવાર અને સમગ્ર કડીવાર પરિવારે સહકાર આપ્યો હતો. ઉત્તરક્રિયા જેવા સામાજિક પ્રસંગમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને કડીવાર પરિવારે સમાજને પ્રેરણા આપી છે. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને કડીવાર પરિવારનો આભાર માન્યો હતો.