મોરબી : જે.જે.સી. સેન્ટ્રલ બોર્ડ તથા જે.જે.સી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત જૈન જાગૃતિ સેન્ટર- મોરબી તથા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ- મોરબી દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 9 ફેબ્રુઆરી ને રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં સંસ્કાર બ્લડ બેંક- મોરબીનો સહકાર મળી રહ્યો છે. વધુ માહિતી માટે જીતેનભાઈ દોશી (મો.નં. 9825259185), હાર્દિક શાહ (મો.નં. 9825234306) પર સંપર્ક કરવા જણાવાયું છે.