મોરબી : જામનગરની સામવેદ વોલ બ્લડ બેંક દ્વારા મોરબીના સારથી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શકત શનાળાનાં માધવ ગ્રુપના સહયોગથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ તા. 17 મેના રોજ મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા ખાતે આવેલ માધવ હોટેલમાં સવારે 8 થી 12 કલાક દરમિયાન યોજાશે. આ રક્તદાન કેમ્પમાં લોકોને વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલની કોરોના મહામારીના સમયે તાવ-શરદી-ઉધરસના લક્ષણો વાળા, હોમ ક્વોરન્ટાઇન કરેલ કે બહારગામથી ટ્રાવેલ કરી આવેલ લોકોએ આ કેમ્પમાં ના આવવા વિનંતી કરવામાં આવેલ છે. તેમજ રક્તદાતાઓએ પણ સોશીયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનું પાલન અને સ્વયં શિસ્ત જાળવવા અનુરોધ કરવામાં આવેલ છે. રક્તદાન કરવા ઈચ્છુક લોકોએ ડો. મિલન ઉધરેજા મો. 87588 33388, ડો. સંજય નિમાવત મો. 99797 03020, ડો. હાર્દિક જેસ્વાની મો. 94277 17000 ને મેસેજ કરીને નામ મોકલી આપવાના રહેશે.