મોરબી : મોરબી-રાજકોટ રોડ પર આવેલ માધવ હોટલ ખાતે સામાજક અંતર અને સેનેટાઇઝની ગાઈડલાઇનનું પાલન કરીને બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરાના મહામારી વચ્ચે તાત્કાલિક બ્લડની જરૂર પડે તો એકત્રીત કરાયેલ બ્લડ ઉપયોગમાં આવી શકે તે હેતુથી મોરબીના ડોક્ટર મિલન ઉઘરેજા (એડવાન્સ ક્લિનિક) સહિત અન્ય ડોક્ટરો સાથે ભાજપ અગ્રણી જે.પી જસવાણી તેમજ અન્ય 52 યુવાનો દ્વારા 52 જેટલી બોટલ બ્લડનું કલકેશન કરી સંસ્કાર બ્લડ બેન્કમાં આપવામાં આવ્યું હતું.