હળવદ : કેન્દ્રમાં ભાજપ સરકારના સાત વર્ષ પૂર્ણ થતાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણીના ભાગરૂપે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આજે હળવદ ખાતે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૫૮ બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ખાસ પ્રદેશ ભાજપના યુવા પ્રમુખ સહિતનાઓ હાજર રહ્યા હતા. હળવદ એપીએમસી ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ફુલ ૭૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૫૮ વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે. આ કેમ્પમાંથી એકત્રિત કરાયેલ બ્લડ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં આપવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં પ્રદેશ ભાજપના યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઇ કવાડીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ગઢવી, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, પૂર્વ ચેરમેન જશુભાઇ પટેલ, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જિલ્લા ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત મહામંત્રી તપનભાઈ દવે, જયદીપભાઇ હુંબલ, જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઇ વિઠલાપરા, પ્રવીણભાઈ સોનગરા, ભાજપના પૂર્વ પ્રમુખ રજનિભાઈ સંઘાણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે,શહેર ભાજપ મહામંત્રી સંદિપભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, હળવદ ભાજપ આઇ.ટી. સેલના પ્રમુખ હિતેશભાઈ લોરીયા, નયનભાઈ પટેલ, રવિભાઈ પટેલ, અશોકભાઈ પ્રજાપતિ,મેહુલ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં કોવિડ ગાઇડલાઇન ભુલાઈ રક્તદાન કેમ્પમાં કોવિડ ગાઈડલાઈનના નેતાઓ દ્વારા ધજાગરા ઉડાવ્યા હતા. અહીં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓએ કોરોનાને જાકારો આપી દીધો હોય તેમ એકસાથે ફોટોસેશન કરાવતા નજરે પડ્યા હતા. ત્યારે અહીં સવાલ એ થાય છે કે નિયમો માત્ર જનતા માટે જ છે નેતાઓ માટે નહીં??