હળવદ શહેર યુવા ભાજપ, બજરંગ દળ, એબીવીપી, પાટિયા ગ્રુપ દ્વારા કરાયું આયોજન હળવદ : કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે મેડિકલ ક્ષેત્રમાં વિવિધ વસ્તુઓની અછત સર્જાઈ છે. જેમાં દરેક બ્લડ બેંકમાં લોહીની પણ ભારે અછત ઉદભવી છે ત્યારે તેને પહોંચી વળવા માટે હળવદની વિવિધ સંસ્થાઓ આગળ આવી હતી અને આજરોજ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સ્વૈચ્છીક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હળવદ શહેર યુવા ભાજપ - બજરંગ દળ હળવદ પ્રખંડ અને એબીવીપી હળવદના સંયુક્ત ઉપક્રમે અને પાટિયા ગ્રુપના સહયોગથી આયોજિત સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં હળવદના રક્તદાતાઓએ કોરોના મહામારી વચ્ચે પણ હિંમત દર્શાવી સ્વૈચ્છીક રીતે રકતદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ૫૮ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું. હળવદની આ વિકટ પરિસ્થિતિમાં કોરોના યોદ્ધાઓ કહી શકાય તેવા દિલાવર રક્તદાતાઓનો આયોજકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને આ કોરોના મહામારી વચ્ચે થેલેસીમિયાના પીડિત બાળકો અને ગર્ભવતી મહિલાઓ સહિતના ઓને લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓની વ્હારે હળવદના દિલાવર રક્તદાતાઓ જોડાયા હતા. આ બ્લડ બેંકમાં એકત્રિત થયેલ બ્લડની બોટલ સી. યુ.શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે લોહીની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસ મહારાજ, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, બજરંગ દળના સંયોજક ભાવેશભાઈ ઠકકર, સુરેન્દ્રનગરના સર્વોદય કાર્યકર્તા ગોવિંદભાઇ ભરવાડ, ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે, કેતનભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, વસુદેવભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રમેશ ભગત, સંદીપ પટેલ, રજનીભાઇ સંઘાણી અશ્વિનભાઈ કણઝરિયા સહિત રાજકીય સામાજિક અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા તપન દવે, રણછોડભાઈ દલવાડી , મધુરમ ડેલાવાળા, રશ્મિનભાઈ દેથરીયા, રાકેશબાઈ પટેલ , અશોક પ્રજાપતિ, કિરણ પંડ્યા, દીપ પારસિયા, ઉમેશ પ્રજાપતિ, શિવાંગ મેંઢા, પ્રશાંત પ્રજાપતિ સહિતનાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.