છેલ્લા બે દાયકાથી CA સંગઠન, વિદ્યાર્થીઓનો વિકાસ અને સમાજસેવામાં અવિસ્મરણીય યોગદાનને બિરદાવવા તેમના જન્મદિવસની થશે સેવામય ઉજવણીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : CA વિજય સિતાપરાએ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી મોરબી જિલ્લાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફ્રેટર્નિટીના વિકાસ, સંગઠન અને સમાજસેવામાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. તેમના દ્રષ્ટિવંત નેતૃત્વ અને સતત પ્રયત્નોના પરિણામે આજે મોરબી CA Fraternity રાજ્યમાં એક આગવી ઓળખ ધરાવે છે. ત્યારે CA વિજય સિતાપરાના જન્મદિવસની આવતીકાલે તા.19 જુલાઈને રવિવારના રોજ સેવામય ઉજવણી થવા જઈ રહી છે. આ દિવસે ખાસ રક્તદાન કેમ્પ યોજવામાં આવનાર છે. મોરબી CA Fraternity માટે ઐતિહાસિક યોગદાન• વર્ષ 2007 માં મોરબીમાં માત્ર 25 જેટલા CA હતા, ત્યારે તેમણે ICAI Election માટે મોરબીમાં Voting Booth Approval મેળવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, જેનાથી સ્થાનિક સભ્યોને મતદાન માટે અન્ય શહેરમાં જવાની જરૂર રહી ન હતી.• જ્યારે મોરબીમાં અંદાજે 50 જેટલા CA થયા, ત્યારે તેમણે Morbi CA Chapter ની સ્થાપના માટે આગેવાની લીધી. જેના થકી નિયમિત CPE Programmes, Seminars અને Professional Development Activities શરૂ થઈ.• કોરોના મહામારી દરમિયાન તેમણે Morbi CA Association ની રચના કરી. તમામ સભ્યોના સહકારથી 'ICU on Wheels' એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી, જે આજે 1.5 લાખ કિલોમીટરથી વધુ ફરીને મોરબી જિલ્લાના અસંખ્ય જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાયી સેવા પૂરી પાડી રહી છે.• વર્ષ 2025-26 દરમિયાન મોરબી જિલ્લામાં CA ની સંખ્યા 200 થી વધુ થતાં તેમના સતત પ્રયત્નોથી ICAI Morbi Branch ની સ્થાપના થઈ. હાલમાં બ્રાન્ચના સ્વતંત્ર ભવનની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે.• CA મેમ્બર્સના કલ્યાણ અને વિકાસ માટે CABF Fund માં 25 લાખ રૂપિયાનું માતબર અનુદાન આપીને તેમણે અનોખું યોગદાન આપ્યું છે.CA વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ કાર્યોCA વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉત્તમ વાતાવરણ મળે તે હેતુથી આધુનિક અને સુવિધાસભર Reading Library ની સ્થાપના કરાવવામાં આવી છે. મોરબીના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા અન્ય શહેરોમાં જવું ન પડે તે માટે ICAI Examination Centre મોરબીમાં જ શરૂ કરાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ ઉપરાંત, દર વર્ષે નવા CA નું Felicitation Programme યોજીને તેઓને વ્યાવસાયિક કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.55 માં જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજનસામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા, મોરબી બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI દ્વારા ચેરમેન CA વિજય સિતાપરાના 55 માં જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજીને 50 થી વધુ બોટલ રક્ત એકત્ર કરી અનેક જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પ તા. 19 જુલાઈ, 2026 (રવિવાર)ના રોજ સવારે 9:00 AM થી 1:00 PM દરમિયાન સંસ્કાર બ્લડ બેંક, GIDC, મોરબી ખાતે યોજાશે.અન્ય ક્ષેત્રોમાં પણ મહત્વનું યોગદાનCA વિજય સિતાપરાનું નેતૃત્વ માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાય પૂરતું સીમિત નથી, પરંતુ વ્યાવસાયિક વિકાસ, શિક્ષણ, સંગઠન અને સમાજસેવા — આ ચારેય ક્ષેત્રોમાં વિસ્તરેલું છે. તેમના દ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન અને સેવાભાવના કારણે આજે મોરબી CA પરિવાર વધુ મજબૂત, સંગઠિત અને પ્રગતિશીલ બન્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CAVijaySitapara #ICAI #MorbiCAFraternity #BloodDonation #ICUonWheels #CAStudents #SocialWork #Gujarat