હળવદ : ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં ઇમરજન્સીને ધ્યાને લઇ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે આજે તા.8ના રોજ બપોરે 1થી 4 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લોકો દેશપ્રેમ દેખાડી રક્તદાન કરે તેમ હળવદ તાલુકા આરોગ્ય કચેરીની યાદીમાં જણાવાયું છે.