મોરબી: મોરબીમાં સ્વ. કમુબેન જેસંગભાઈ મકવાણાની 36મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ-મોરબીના સહયોગથી તારીખ 14/10/2025 ને, મંગળવારના રોજ સવારે 08:00 થી 12:00 વાગ્યા સુધી રામકૃપા પેટ્રોલિયમ, વાવડી રોડ, મોરબી ખાતે આયોજન કરાયું છે. 'હું રક્તદાન કરીશ અને બીજાને રક્તદાન કરવા પ્રેરણા આપીશ.' ના બેનર હેઠળ આયોજકોએ લોકોને સ્વૈચ્છિક રક્તદાન કરીને પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી છે.