5 ડિસેમ્બરના રોજ રક્તદાન કેમ્પનું આયોજનહળવદ : હળવદના સાપકડા ગામે કણઝરીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગ નિમિત્તે એક સામાજિક પહેલના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 5 ડિસેમ્બર ને ગુરુવારના રોજ ઉમેશભાઈ કણઝરીયા અને મહેશભાઈ કણઝરીયા દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સાપકડા ગામે ઉમેશભાઈ કણઝરીયા અને મહેશભાઈ કણઝરીયાના આંગણે સાગર દીકરા સાગર અને દીકરી નંદનીના લગ્ન પ્રસંગે કન્યાદાન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. 5 ડિસેમ્બરે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી સાપકડા ગામે આ રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં લાઈફ લાઈન બ્લડ બેંક- સુરેન્દ્રનગરનો સહયોગ મળશે. જય સિદ્ધનાથ યુવા ગ્રુપ- સુરેન્દ્રનગરની ટીમ દ્વારા સમગ્ર આયોજન કરાયું હોય સૌને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.