મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ માળિયા (મિયાણા) તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 9 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મોરબી અને GMERS મેડિકલ કોલેજ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડના સહયોગથી કરવામાં આવ્યું છે. સરવડ ગામે રક્તદાન કેમ્પમાં દરેક ગામમાંથી લોકો રક્તદાન કરે અને અન્ય લોકોને રક્તદાન માટેની પ્રેરણા આપી આ સેવા કાર્યને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત મોરબી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.