સંસ્કાર બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: લોકોને રક્તદાન કરવા કરાઈ અપીલમોરબી: ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની મોરબી બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI દ્વારા માનવ સેવાના એક ઉત્તમ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI ના ચેરમેન સી.એ. વિજય સિતાપરાના 55 માં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ બ્લડ ડોનેશન કેમ્પ 19 જુલાઈ, 2026 ને રવિવારના રોજ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાશે. આ કેમ્પનું આયોજન સંસ્કાર બ્લડ બેંક, GIDC, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોરબીના નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અને એક સ્વસ્થ તેમજ મજબૂત સમાજના નિર્માણમાં સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. #Morbi #MorbiUpdate #BloodDonationCamp #ICAIMorbi #VijaySitapara #BloodDonation #DonateBloodSaveLife #MorbiNews #SocialService