મોરબી : મોરબીમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે થેલેસીમિયા તથા ગંભીર બીમાર દર્દીઓની વહારે આવવા માટે સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીના સ્મરણાર્થે આવતીકાલ તારીખ 7/6/2026ને રવિવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પર્વ લેસર - LED - એક્રેલીક સાઈન બોર્ડ દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પ મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ ખાતે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. આ કેમ્પમાં એકત્ર થયેલું રક્ત થેલેસીમિયાગ્રસ્ત અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાશે. આયોજકો દ્વારા મોરબીના તમામ નાગરિકોને આ ઉમદા કાર્યમાં જોડાઈને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે વિક્રમભાઈ દફતરી (9825553903) અથવા ડેનીશ દફતરી (9173132903) પર કોલ કરી શકાશે.#Morbi #MorbiUpdate #BloodDonation #BloodDonationCamp #Thalassemia #SocialWork #MorbiNews