વાંકાનેર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી કાર્યરત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા વાંકાનેર તાલુકાના દેરાળા ગામ ખાતે તા. 10 જાન્યુઆરી 2026, શનિવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ટૂંકા સમયના આયોજન થયું હોવા છતાં ગામ લોકોના સહકાર અને સેવાભાવી સ્વયંસેવકોના ઉમદા પ્રયત્નોથી આ કેમ્પને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 31 બોટલ રક્તદાન થયું હતું. દેરાળા ગામના લોકોએ, તેમજ જગદીશભાઈ, સવશીભાઈ અને ડૉ. ભીમાણીની સેવાભાવની ભાવનાએ આ રક્તદાન રૂપી સેવાયજ્ઞને સફળતા અપાવી હતી. આ પ્રસંગે સમિતિએ તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવા સેવાકાર્યો ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલ પરોપકારના મૂલ્યોને જીવંત રાખે છે.