મોરબી: મોરબી માનવતા મહેકાવતા કાર્યને પ્રોત્સાહન આપવા બ્લડ કેન્સરની બીમારીથી પીડિત એવા શ્રવણભાઈ હસુભાઈ કૈલાની મદદ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબી દ્વારા કાલે 23-11-2025 ને રવિવારના રોજ બપોરે 3 થી 6 કલાકે હરિગુણ રેસિડન્સી, હરિગુણ હાઇટ્સ - એ, મહેન્દ્રનગર ચોકડી, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ થકી એક પીડિત વ્યક્તિને જીવનદાન આપવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં સૌને સહભાગી થવા અપીલ કરાઈ છે.