મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ મોરબી પ્રખંડ તથા મોરબી ગ્રામ્ય સંયુક્ત ઉપક્રમે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવકો પર તત્કાલીન સરકાર દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં અનેક હુતાત્મીઓ બલિદાન થયા હતા તો તમામ બલિદાની હુતાત્મીઓની યાદીમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ મોરબી પ્રખંડ તથા મોરબી ગ્રામ્ય દ્વારા સંસ્કારધામ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને ધર્મ પ્રેમી જનતા દ્વારા રક્તદાન કરી હુતાત્મીઓ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ કાર્યક્રમમાં સંસ્કારધામ બ્લડ બેંક અને જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ- મોરબીના સ્ટાફનો સહયોગ મળ્યો હતો અને રક્તદાનીઓને પ્રોત્સાહન માટે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ મોરબી, સંસ્કારધામ બ્લડ બેંક અને જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ- મોરબી દ્વારા રક્તદાન સન્માન પત્ર તથા HDFC બેંક મોરબી મુખ્ય શાખા તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી.