મોરબી: સામાજિક જવાબદારીના ભાગરૂપે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ અને ડૉલ્સ એન્ડ ડુડ્સ પ્રી-સ્કૂલ દ્વારા તારીખ 05/10/2025ના રોજ મોરબી ખાતે સંયુક્ત રીતે એક રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ માનવ સેવાના કાર્ય માટે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. શાળાના સંચાલકોએ વાલીઓ, શિક્ષકો અને સમગ્ર મોરબી વાસીઓને આ રક્તદાન કેમ્પમાં જોડાવવા માટે જાહેર આમંત્રણ આપ્યું હતું. વાલીઓનું અગાઉથી રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું.શાળા દ્વારા કરાયેલા આ પ્રયાસને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના બદલ શાળા સંચાલકોએ સંસ્કાર બ્લડ બેંક, બંને શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને મોરબી વાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભવિષ્યમાં પણ આવી સામાજિક પ્રવૃત્તિઓમાં સહકાર મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.