મોરબી : ફોનિક કલરના ડાયરેક્ટર રાજેશભાઈ ત્રિભોવનભાઈ વાસજારીયાના દાદી સ્વ. હીરાબેન દેવજીભાઈ વાસજારીયા તથા ઘનશ્યામભાઈ મનસુખભાઈ સનાવાડાના દાદી સ્વ. પાર્વતીબેન ગોવિંદભાઈ સનાવાડાની પુણ્યતિથિ નિમિત્તે ફોનિક કલર, લક્ષ્મીનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 108 જેટલા લોકોએ રક્તદાન કરી સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.