મોરબી: નેક્સ્ટાઇલ (વરમોરા ગ્રેનિટો લિમિટેડ) દ્વારા સ્વ. જીવરાજભાઈ શિવાભાઈ વરમોરાને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજે, 26 ઓક્ટોબર,2025ના રોજ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 09:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં સંસ્કાર બ્લડ બેંક મોરબી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કુલ 244 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કંપનીના સહયોગથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.